જુદા-જુદા 20 પડતર પ્રશ્નો અંગે એસટીના ત્રણેય યુનિયન આગ બબુલા : મોરબીમાં ઘંટનાદ કરી રોષ ઠાલવાયો
મોરબી : હાલ રાજ્યભરની સાથે મોરબીના એસટીના કર્મચારીઓ પોતાના જુદા-જુદા 20 પડતર પ્રશ્ને લડી લેવાના મૂડમાં હોય એમ અગાઉ અને વિરોધત્મક કાર્યક્રમો કરવા છતાં સરકારની ઊંઘ ન ઉડતા અંતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. આજે મધરાત્રીથી એસટીના કર્મચારીઓએ માસ સી એલ ઉપર જવાનું એલાન કર્યું છે.એટલે આજ મધ્યરાત્રીથી જ એસટીના પૈડાં થભી જશે. આજે એસટીના કર્મચારીઓએ સરકારને જગાડવા માટે ઘંટનાદ કરી રોષ ઠાલવાયો હતો.
અલગ અલગ 20 જેટલા પડતર પ્રશ્નોની મંગણીને લઈને એસટીના ત્રણેય યુનિયનના નેજા હેઠળ મોરબીના એસટીના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં કાળી પટ્ટી, ધારણ કરી સૂત્રોચ્ચાર સહિતના અનેક વિરોધાત્મક કાર્યક્રમો આપવા છતાં સરકારે એસટીના પડતર પ્રશ્ને કોઈ નિર્ણય જાહેર ન કરતા એસટીના ત્રણેય યુનિયનો આગબાબુલા થયા છે. જો કે અગાઉ 8 ઓક્ટોબરે માસ સી એલ ઉપર જવાની ચીમકી આપી હતી. પરંતુ ગાંધીનગર ખાતે સરકાર સાથે વાટાઘાટ થયા બાદ એસટીના ત્રણેય યુનિયનો દ્વારા આવતીકાલે તા.21 ના રોજ માસ સી.એલ ઉપર જવાનું એલાન કરવામાં આવ્યું છે.
આજે મધ્યરાત્રીથી એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશે અને આવતીકાલે 1 દિવસ સુધી માસ સી એલ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરાશે. આજ રાત્રીથી હડતાલને પગલે એસટી બસોની બ્રેક લાગી જશે. ત્યારે આજે મોરબી એસટી ડેપો ખાતે એસટી કર્મચારીઓએ ઘંટનાદનો કાર્યક્રમ આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવતીકાલે એક દિવસના માસ સી એલ પછી પણ ન્યાય ન મળે તો આંદોલન વધુ જલદ બનાવાની ચીમકી ઉચ્ચારી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide