[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરી, હેલ્થ ઓફિસર અને બે મદદનીશ કમિશનરની નિમણૂક માટે ભરતી કરવા મહેકમ મંજુર કરતા મોરબી મહાનગર પાલિકાની ગાડી બમબાટ દોડતી થઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારે ગઈકાલે મોરબી સહિત નવ મહાનગર પાલિકાની જાહેરાત કરી મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકોટ આરએમસીના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ ખરેની નિમણૂક સાથે બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક કર્યા બાદ હવે સરકારે તાત્કાલિક અસરથી ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર, સેક્રેટરી, હેલ્થ ઓફિસર અને એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓની નિમણૂક કરવા હુકમ કરતા ભરતીની મોસમ સાથે મોરબી મહાનગર પાલિકા દોડતી થવાના સંકેત મળી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide