[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે પૂર્વે જ અનેક વેપારીઓ જાતે જ દબાણ હટાવવા લાગ્યા છે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દર બુધવારે દબાણ હટાવ ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે મહાપાલિકાએ મહાપાલિકા કચેરીની સામે શાક માર્કેટથી ગાંધીચોક સુધી અને સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ કુળદેવી પાન સુધી ગમે ત્યારે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ મામલે વેપારીઓને પણ આગોતરી જાણ કરવામાં આવી છે. જેને પગલે અનેક વેપારીઓએ નડતરરૂપ બોર્ડ, છાપરા સહિતની વસ્તુઓ હટાવવાનું શરૂ કરી દીધું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide