મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ

0
8
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે ઉભું રહી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રેલવે સ્ટેશનથી આગળ સેન્ટમેરી સ્કૂલ પાસે ફાટક લાંબો સમય બંધ રહેતી હોય અવારનવાર ટ્રાફિકજામ સમસ્યા રહે છે. તેવામાં આજે સવારે એક એન્જીન ફાટકની વચ્ચોચ ઉભું રહી જતા ફાટક ખાસ્સો સમય સુધી બંધ રાખવી પડી હતી. જેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ પણ આ ટ્રાફિક ક્લિયર કરાવવા લાગી હતી. આ વેળાએ ટ્રાફિક પોલીસ દ્વારા એન્જીનને આગળ રાખવા જણાવાયુ હતું જેથી ફાટક ખુલી શકે. જેને પગલે એન્જીન આગળ લીધા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/