[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: રાજકોટ રેન્જ આઈજી દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી મોરબી જિલ્લામાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું.જે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા, ટંકારા ,હળવદ અને માળીયા મિયાણા પોલીસ મથકો નું નિરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.તેમજ મોરબી જિલ્લા પોલીસની એલસીબી અને એસઓજી ,જિલ્લા ટ્રાફિક અને મહિલાઓ ની સુરક્ષા અંગેની કામગીરી નું નિરીક્ષણ કરી ને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ તકે રેન્જ આઈજી દ્વારા રેન્જ ના પાંચ જિલ્લાઓ મોરબી,રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા ના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક સાથે ક્રાઇમ કોંફરન્સ પણ યોજવામાં આવી હતી.અને રેન્જ ના તમામ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.તેમજ મોરબી નજીક મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે બનતા નવા પોલીસ આવાસોનું નિરિક્ષણ કર્યું હતું.તેમજ મોરબી જિલ્લાના સ્થાનિક રાજકિય અને સામાજિક આગેવાનો,વેપારીઓ અને ઉદ્યોગ પતિઓ સાથે બેઠક યોજી તમામ ની સમસ્યાઓ સાંભળી યોગ્ય નિરાકરણ કરવા માટે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide