Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત, ત્રણ ઘાયલ

0
362
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આજે તા. 5ના રોજ બપોરના સમયે ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. અને બે વ્યક્તિને સારવાર માટે લઇ જવામાં આવતા હતા. ત્યારે રસ્તામાં મૃત્યુ નીપજ્યું છે. તેમજ 2 વ્યક્તિઓને ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સુરતથી કાર મુદ્રા જઇ રહી હતી. ત્યારે માળિયાના ખીરઈ નજીક હાઇવે પર ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ બનાવની જાણ થતા સુરજબારી પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ક્રેનની મદદથી કામગીરી કરવામાં આવી હતી. તેમજ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલમાં માળીયા (મી.) પીએસઆઇ ટાપરિયા સહિતનો સ્ટાફ બનાવના સ્થળે પોહચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના નામ
1) રાજેન્દ્ર બછાવ (સુરત)
2) મહેન્દ્રસિંગ
3) જયનેન્દ્રસીંગ

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/