ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા થઈ 8, જયારે મોરબી જિલ્લાના કુલ કેસ થયા 259
ટંકારા : મોરબી જિલ્લામાં આજે મંગળવારે બપોરે બીજો કોરોનાનો કેસ નોંધાયો છે. જેમાં ગઈકાલે જામનગર લેબમાં પેન્ડિંગ રહેલા ટંકારાના નસીતપર ગામના યુવાનનો કોરોનો રિપોર્ટ આજે પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે ટંકારા તાલુકાના કુલ કેસની સંખ્યા 8 થઈ છે. જ્યારે મોરબી જિલ્લાના કુલ કેસની સંખ્યા 259 થઈ ગઈ છે.
મંગળવારે બપોરે 2 વાગ્યા આસપાસ જાહેર થયેલા આ કેસની મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતા 37 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાનનું રવિવારે સેમ્પલ લઈ જામનગર સરકારી લેબોરેટરીમાં મોકલાયું હતું. પરંતુ ગઈકાલે તેનો રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યા બાદ આજે તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો હતો. પોઝિટિવ કોરોના રિપોર્ટ આવેલ નસીતપર ગામના યુવાન તેના અગાવ કોરોના પોઝિટિવ આવેલ મિત્રના સંપર્કમાં આવેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide