મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દશ દિવસથી કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક તંત્ર અને લોકોના આશ્ચર્ય સાથે રાહતની લાગણી અનુભવી હતી. જોકે સાંજે 6.30 બાદ એક સાથે સાત કેસ નોંધાતા મોરબીમાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે સાંજે 6.30 પછી એક સાથે નોંધાયેલા સાત કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 136 થઈ ગયો હતો.
મોરબીમાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી શાંતિ રહ્યા બાદ એક સાથે સાત પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે ખાનગી લેબ અને પાંચ સરકારી લેબમાં પોઝિટિવ આવ્યા છે. જે અંગે મળતી વિગત મુજબ ખાનગી લેબમાં મોરબી શહેરમાં કાયાજી પ્લોટમાં રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.50) તેમજ મોરબી શહેરના કન્યા છાત્રાલય પાછળ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતાગઈકાલે પોઝિટિવ આવેલા ડો.કાજલ મોરડીયાના માતા અલકાબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.54)નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
જ્યારે જામનગર લેબમાં પોઝિટિવ આવેલા રિપોર્ટની મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવલખી રોડ પર બોખાની વાડીમાં રહેતા ગોપાલભાઈ પીતાંબરભાઈ નકુમ (ઉ.30) તેમજ મોરબી શહેરના ચંદ્રેશનગરમાં રહેતા પુનિતભાઈ જે. ઓરિયા (ઉ.57) અને મોરબી શહેરના સામાંકાંઠે, ત્રાજપર ચોકડી પાસે રહેતા લલિતભાઈ રમણિકભાઈ (ઉ.55) તથા મોરબી શહેરમાં વજેપર શરી નં.15માં રહેતા નીતિન કાંતિલાલ કંઝારીયા (ઉ.30) અને મોરબી શહેરમાં સામાંકાંઠે, તાલુકા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મીના પરિવારના સભ્ય સંગીતાબેન મયુરભાઈ રાઠોડ (ઉ.35)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આમ આજે સાંજે 6.30 વાગ્યે એક સાથે સાત પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 136 થઈ ગયા છે.
14 જુલાઈ, મંગળવારે નવા નોંધાયેલા કોરોના કેસની વિગત
1) મોરબી શહેર, કાયાજી પ્લોટ : મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.50)
2) મોરબી શહેર, કન્યા છાત્રાલય પાછળ વિઠ્ઠલનગર સોસાયટી : અલકાબેન ગીરીશભાઈ મોરડીયા (ઉ.54)
3) મોરબી શહેર, નવલખી રોડ પર બોખાની વાડી : ગોપાલભાઈ પીતાંબરભાઈ નકુમ (ઉ.30)
4) મોરબી શહેર, ચંદ્રેશનગર : પુનિતભાઈ જે. ઓરિયા (ઉ.57)
5) મોરબી શહેરના સામાંકાંઠે, ત્રાજપર ચોકડી : લલિતભાઈ રમણિકભાઈ (ઉ.55)
6) મોરબી શહેર, વજેપર શરી નં.15 : નીતિન કાંતિલાલ કંઝારીયા (ઉ.30)
7) મોરબી શહેર, સામાંકાંઠે, તાલુકા પોલીસ લાઈન : સંગીતાબેન મયુરભાઈ રાઠોડ (ઉ.35)
જયારે રાહતની વાત એ છે કે આજે સાત કેસની સામે મોરબી જિલ્લામાં 9 લોકોએ કોરોના સામે જંગ જીતી લેતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જેમાં 14 વર્ષના બાળક થી લઈ 89 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાના કુલ 136 કેસમાંથી 53 લોકો સાજા થઇ ગયા છે. જયારે 76 લોકોની સારવાર ચાલુ છે અને સાત લોકોના મૃત્યુ થયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide