મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ

0
493
/
મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258

મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 258 થઈ ગયો છે.

28 જુલાઈ, મંગળવારે બપોરે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપમાં આવેલા શિવ પ્રેમ એપાર્ટમેન્ટમાં 402 નંબરના ફ્લેટમાં રહેતા 33 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સેમ્પલ લઈ અમદાવાદની ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં આજે તેંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આરોગ્ય વિભાગ અને નગર પાલિકા દ્વારા ઉમા ટાઉનશીપમાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ આગળની તકેદારીની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે. જ્યારે આજે મંગળવારના આ એક કેસ સાથે મોરબી તાલુકાના કુલ કેસ 206 અને મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 258 થઈ ગયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/