વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની બેવડી અસરથી મોરબીમાં છુટાછવાયા ઝાપટાની શક્યતા
મોરબી : હાલ વરસાદની સીઝનમાં અપૂરતા વરસાદ બાદ દિવાળી પછી શરુ થયેલ માવઠાની મોસમમાં આગામી મંગળથી ગુરુવાર દરમિયાન તોફાની માવઠું ત્રાટકવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માવઠા રૂપી નવી ઉપાધિથી મોરબી જિલ્લામાં પણ ઝાપટા વરસવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની બેવડી અસરને કારણે આવતીકાલે મંગળવારથી ગુરુવાર દરમિયાન તોફાની માવઠું વર્ષે તેવી આગાહી કરવામાં આવું છે. જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલના નિર્દેશ મુજબ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવો, મધ્યમ, ભારે અને એકલ – દોકલ વિસ્તારોમાં અતિ ભારે કમોસમી વરસાદ પડી શકે તેમ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide