મંગળવાર : આજે મોરબી જિલ્લામાં 6 નવા કેસ, 8 દર્દી સાજા, કુલ કેસ 189

0
97
/

આજે મોરબીમાં 5 અને ટંકારાના એક સહિત કુલ છ નવા કેસ નોંધાયા : હળવદમાં સવારે આવેલો કેસ અમદાવાદમાં ગણાયો : મોરબી જિલ્લામાં કુલ કેસ થયા 189

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે સાંજ સુધીમાં કુલ 6 કેસ નવા નોંધાયા હતા. જ્યારે આજે 8 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજના નવા કેસ સાથે મોરબી જિલ્લાના કોરોના કેસનો કુલ આંકડો 189 થઈ ગયો હતો.

મંગળવારે સાંજ સુધીમાં નોંધાયેલા કોરોના કેસની વિગત જોઈએ તો મોરબીમાં કુલ પાંચ નવા કેસ નોંધાયા હતા જેમાં 70 વર્ષના વૃદ્ધ (હડાણીની વાડી, શનાળા રોડ, મોરબી), તેમજ 32 વર્ષના યુવાન (101, ક્રિષ્ના પેલેસ, તિરુપતિ સોસાયટી, આલાપ રોડ,મોરબી), અને 51 વર્ષના પુરુષ (માધાપર – 18, મોરબી) તથા 40 વર્ષના પુરુષ ( મોરબી સામાંકાંઠે, શક્તિ સોસાયટી) તેમજ 56 વર્ષના પુરુષ (3-ભક્તિનગર સોસાયટી, શનાળા રોડ,મોરબી)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

એક ઉપરાંત ટંકારા તાલુકાના ગજડી ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. જ્યારે હળવદમાં આજે સવારે જાહેર થયેલા યુવાનના પોઝિટિવ કેસમાં તેઓ અમદાવાદ પણ રહેતા હોવાથી તેનો કેસ મોરબી જિલ્લામાં ગણવામાં આવેલ નથી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/