મંગળવાર: આજે મોરબી જિલ્લામાં વધુ 6 કેસ સાથે આજના કુલ 8 કેસ નોંધાયા, 1 મૃત્યુ: જિલ્લામ કુલ 265 કેસ

0
300
/

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજ સુધીમાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આજના કુલ કેસ 8 થયા છે. જ્યારે અત્યાર સુધીના કુલ કેસ 256 થઈ ગયા છે. આ સાથે આજે એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. વધુમાં આજ રોજ 4 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા પણ આપવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો ચાલુ છે. જેમાં આજે બપોર સુધીમાં ટંકારાના નશીતપર ગામના 37 વર્ષીય પુરુષ અને ઉમા ટાઉનશિપના 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ અત્યારે સાંજે મોરબી શહેરમાં રવાપર રોડ પર હરિહરનગર-2માં 38 વર્ષીય પુરુષ, પંચાસર રોડ પર રોલા રાતડીની વાડીમાં 38 વર્ષીય પુરુષ, દર્શન હોસ્પિટલમાં 66 વર્ષીય મહિલા અને શનાળા રોડ પર 2- શક્તિ પ્લોટમાં 66 વર્ષીય મહિલા મળી કુલ 4 કેસ નોંધાયા છે. અને હળવદમાં ખારીવાડીમાં 59 વર્ષીય પુરુષ કને માનસરમાં 57 વર્ષીય મહિલા એમ કુલ બે કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં આજના કુલ કેસ 8 થયા છે, અને જિલ્લામા કુલ 256 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/