હડમતિયામાં બહુચર જનરલ સ્ટોરને નિશાન બનાવતા નિશાચરો બહુચર જનરલ સ્ટોર અેન્ડ કેન્ડી નામની દુકાનને નિશાચરોઅે ચાર વાર નિશાન બનાવીને પોલિસ અને ગ્રામજનોને પડકાર ફેંકીને વારંવાર લુંટફાટ કરીને ચાલ્યા જાય છે ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં નિશાચરોના આટાફેરા વધી રહ્યા છે ત્યારે વારંવાર અેક જ દુકાનના ત્રણવાર શટર અને અેકવાર દુકાનના પતરા તોડીને અંદર પ્રવેશી ચોરી કરીને નાશી છુટ્યા હતા. આ બાબતે અનેકવાર દુકાન માલિક કામરીયા નરભેરામ આંબાભાઈઅે ટંકારા પોલિસ દફતરે ફરિયાદ નોંધાવેલ છે પણ નિશાચરોના આજ સુધી સગડ મળ્યા નથી. ટંકારા પોલિસને પડકાર ફેકતા હોય તેમ અેક જ દુકાનને નિશાન બનાવીને નિશાચરો પલાયન થઈ જાય છે. ગ્રામજનોનું કહેવુ છે કે પોલિસ રાત્રી પેટ્રોલિંગ શરુ કરે તો આ છાશવારે બનતી ઘટનાઅોને અટકાવી શકાય તેમ છે. હાલ દુકાન માલિકે ટંકારા પોલિસ સ્ટેશનને જાણ કરતા પોલિસ ઘટના સ્થળે આવવા રવાના થઈ ગઈ છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.