કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
હડમતીયા,અમરાપર, ટોળ, કોઠારીયા ટંકારાની ઉગમણી સિમમા વરસાદે મન મુકીને વરસી ખેતરો બહાર પાણી કાઢી તલાવડાથી લઈ ધારના ચેક ડેમને અડધો ભરી દીધો હતો. તો રાજકોટ રોડ ઉપર કાગદડી વિસ્તારમાં પણ સારા વરસાદના સમાચારો મળી રહ્યા છે.જયારે ટંકારાના ચોકડી વિસ્તારમાં રીતસર તડકાએ લોકોના જીવ અધર કરી દીધા હતા કે આ ભાદરવા જેવો માહોલ અત્યારે? હવે મેધો મન મુકીને મંડાઈ એવી પ્રાર્થના પણ ધરતીપુત્રો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસ્યા જ્યારે ટંકારા શહેર વિસ્તાર કોરો રહી ગયો હતો.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.