[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોની ધરપકડ કરી રૂ.43.74 લાખનો મુદામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં ફરી એક વખત ડીઝલ ચોરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં માળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં અમુક શખ્સો ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરી કરી બારોબાર વેચતા હતા. માળીયા મિંયાણા પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે ડીઝલ ચોરીની જગ્યાએ દરોડો પાડી ટેન્કર નં. RJ-14-GG-3790 વાળામાંથી લાઇટ ડીઝલ ઓઇલની ચોરી કરતા નવદીપભાઈ પુરણભાઇ દુકીયા ઉ.વ.૨૪, રહે. ખાવડી અને તારાચંદ હરલાલસિંગ દુકીયા ઉ.વ.૨૭, રહે. મંડુલી હોટલ, ખાવડીવાળાને કુલ રૂ.43.74 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. આ ઉપરાંત દશરથભાઈ જશાભાઇ હુંબલ રહે. મોટી બરાર, તા.માળીયા મીયાણાવાળાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide