હળવદના ચરાડવામાં બે બુટલેગરના દબાણ તોડી પડાયા

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હળવદ : રાજ્ય પોલીસવડાના આદેશ બાદ રાજ્યભરમાં બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા પણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુન્હેગારોની યાદી તૈયાર કરી ગેરકાયદેસર મિલ્કતો અને વીજ કનેક્શન મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

જે અંતર્ગત શનિવારે હળવદ પોલીસે વહીવટીતંત્રને સાથે રાખી સંયુક્ત કામગીરી કરી દેશી-વિદેશી દારૂ અને મારામારી સહિતના ગુન્હા આચરનાર બે શખ્સોએ સરકારી જમીનમાં બનાવેલ મકાન તોડી પાડી રૂપિયા 5 લાખની કિંમતની 250 ચોરસવાર જમીન ખુલ્લી કરાવી હતી.

બુલડોઝર એક્શન અન્વયે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ હોય આ અસામાજિક તત્વનું કબજા ભોગવટાનું રહેણાંક સરકારી જમીન ઉપર હોવાથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી અંદાજે રૂપિયા 3.50 લાખની કિંમતની 150 ચોરસ વાર જગ્યા દબાણ મુક્ત બનાવી હતી.
બીજા કિસ્સામાં હળવદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આમીન અનવરભાઈ કાજેડિયા રહે.ચરાડવા વિરુધ્ધ અગાઉ ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂના ગુન્હાઓ દાખલ થયેલ હોવાથી આ ઈસમના ચરાડવા પીજીવીસીએલ ઓફિસ પાસે આવેલ મિલ્કત ચેક કરતા અંદાજે 100 ચોરસવાર જમીન કિંમત રૂપિયા 1,50,000 ઉપર ઝૂંપડું કરી દબાણ કરેલ હોવાનું સામે આવતા ડિમોલેશન કરવામાં આવેલ હતું. આમ, ચરાડવા ગામેબન્ને બૂટલેગરોએ પચાવી પાડેલ સરકારી જમીન ખુલ્લી કરાવી બુલડોઝર એક્શન લેવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/