ભાવિકો દ્વારા ઓનલાઇન દર્શન કરી શકાશે
મોરબી : ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે આવતીકાલ તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવેલ છે.
વૈશ્વીક મહામારી કીરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સરકારની ગાઈડલાઈન અને એડવાઈઝરી અનુસાર ભક્તોની સુખાકારી અને સામાજિક દાયિત્વ નિભાવવા માટે કોરોના વાયરસનો ચેપ ન લાગે તેના અનુસંધાને ઊંઝા ખાતે આવેલ કડવા પાટીદારોના ઐતિહાસિક ઉમિયા માતાજીના મંદિર ખાતે ભાવિકો માટે દર્શન તા. 14થી તા. 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવામાં આવશે.
મંદિરની શાસ્ત્રોકત પૂજા-અર્ચના, પક્ષાલ વિધિ, શણગાર-આરતી, રાજભોગ થાળ, હોમ-હવન જેવી ધાર્મિક વિધિઓ વિધિવિધાન મુજબ ચાલુ રહેશે. જુદા-જુદા જીલ્લાઓમાં ઉમિયા માતાજીના ફોટો મંદિરની સ્થાપનાના કાર્યક્રમો નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મુલતવી રાખવામાં આવેલ છે. તેમજ ઉમિયા માતાજીના દર્શન નીચે દશાર્વલ લિંક ઉપર ચાલુ રહેશે. જેની ભકતોએ નોંધ લેવા યાદીમાં જણાવેલ છે.
www.youtube.com/umiyamatajiunjha
www.facebook.com/umiyamatajiunjha
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide