નવરાત્રી મહોત્સવના સભ્યોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને આ કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ અર્પણ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
કહેવાય છે કે, તમે મદદ માટે એક હાથ લંબાવી તો તમારી મદદ કરવા માટે હજારો હાથ ઉઠે છે આવી સકારાત્મક પરિસ્થિતિ મોરબીમાં કોવિડના દર્દીઓ માટે શરૂ કરેલા સેવાયજ્ઞની થઈ છે.જેમાં મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ પટેલ કન્યા છાત્રાલયમાં કોરોનાના દર્દીઓની સારવારને પહોંચી વળવા 300 બેડ સાથેનું કોવડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સહાયની જરૂરિયાત ઉભી થતા આ સેવાયજ્ઞને આગળ ધપાવવા માટે દર વર્ષે સેવા કાર્ય માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરતી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવી હતી અને આ ટીમ દ્વારા કોવિડ કેર સેન્ટરને રૂ.2.51 લાખનું રોકડ અનુદાન અને એક ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide