I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે
મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી અરજી કરી શકાશે.
આ યોજનાનો લાભ/સહાય લેવા ઈચ્છતા ખેડૂતોએ જૂથ બનાવવાનું રહેશે. જુથમાં ૫ કે તેથી વધારે ખેડૂતોનું જૂથ રચી જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરે રૂ. ૧૦૦/ ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાનું રહેશે. અને તેમના નામની અરજી કરવાની રહેશે. જેમાં ખર્ચના ૫૦% અથવા ૯.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય મેળવવા પાત્ર રહેશે.
જુથ પૈકીના કોઇપણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં જ ભૂગર્ભ/સ્ટોરેજ ટાંકી ઓછામાં ઓછા ૧૦૦૦ ઘનમીટર ની આર.સી.સી. ની પાકી ટાંકી સાથે ઇલેક્ટ્રિક રૂમ, ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ અને ઇલેક્ટ્રિક પંપ/મોટર બનાવવાનું રહેશે. સદર યોજનાની સહાય માટે જૂથના તમામ ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત પદ્ધતિ/ફુવારા પદ્ધતિ અપનાવેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળી શકશે. અરજી ફોર્મ જરૂરી બીડાણ સાથે, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી કવોટેશન અને ડીઝાઇન અને કામ/ મટીરીયલ નો અંદાજ, બેંક લોન મંજુરી પત્ર, બેંક એપ્રાઈઝલ નોટ સાથે (લોનની જરૂરિયાત હોય તો), જમીન ઉપર બાંધકામ સક્ષમ સતા અધિકારીશ્રીની મંજુરી (જ્યાં જરૂર હોય ત્યાં), GGRC દ્વારા સુક્ષ્મ પિયત માટે અરજી કરેલ છે/સુક્ષ્મ પિયત વસાવવા અંગે કોસ્ટ એસ્ટીમેટ અંગેની નકલો (જૂથના તમામ ખેડૂત), ભાગીદાર ખેડૂતોનું વાંધા પ્રમાણપત્ર સાથે i-khedut પોર્ટલ પર યોજનાની શરતોને આધિન ઓનલાઈન અરજીઓ કરી શકશે. તેઓએ અરજીની પ્રિન્ટ આઉટ લઇ અરજીની નકલ ૭-૧૨,૮-અ,આધારકાર્ડ ની નકલ, બચત ખાતાના બેન્કની પાસબુકની ઝેરોક્ષ, અનુ. જાતિ, અનુ. જનજાતિ દાખલા તેમજ ઉપરોક્ત દર્શાવેલ સાધનિક કાગળો સાથે જે તે ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતીવાડી શાખામાં સાત(૭) દિવસમાં અરજી પહોચતી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવ્યુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide