વડોદરા: કરજણના ઇટોલા-ગોસીન્દ્રામાં મતદારોને રૂપિયાની વહેંચણીનો વિડિયો વાઈરલ: હોબાળો

0
180
/

હાલ ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનાં ઇંટોલા અને ગોસીન્દ્રા ગામોમાં વિસ્તારમાં વોટ માટે ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે. કોંગ્રેસના કાર્યકરોએ જ આ વિડિયો ઉતાર્યો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. આ મામલે કોંગ્રસે ભાજપે રૂપિયા વહેંચ્યા હોવાનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવા માટે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કરજણ બેઠકના નોડલ ઓફિસર બી.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે તપાસ માટે ટીમ પણ રવાના કરી છે.

કોંગ્રેસે રૂપિયા વહેંચનારા સામે કાર્યવાહી કરવા માગ કરી
હાલ કોંગ્રેસના કરજણના ચૂંટણી એજન્ટ ઉપેન્દ્રસિંહ રણા અને કોંગ્રેસ અગ્રણી શૈલેશ અમીને ચૂંટણી અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આજે ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ઇંટોલા અને ગોસીન્દ્રા ખાતે જાહેરમાં ભાજપવાળા વોટ ખરીદવા કેશ ફોર વોટની પ્રક્રિયા કરી રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. આવા વોટ સામે રૂપિયા વહેંચનારાઓની તાત્કાલિક ધરપકડ કરવી અને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરો અને ચૂંટણી પૂરી થાય નહીં ત્યાં સુધી આવા રૂપિયા વહેંચનારાને પોલીસે ડિટેઇન કરીને રાખવા, અમારી ફરિયાદ નોંધ કરી કાર્યવાહી કરવી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/