વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામર રોડ પેચવર્ક કરવા માંગણી

0
62
/

ચાર સરપંચોની કાર્યપાલક ઇજનેરને રજૂઆત

મોરબી : હાલ વાવડીના પાટીયાથી નારણકા સુધી ડામરપટી રોડ પેચવર્ક કરવા તેમજ ખાડા પડી ગયેલ રોડને તત્કાલ ધોરણે રીપેર કરવા ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે.

મોરબી તાલુકાના વાવડીના પાટીયાથી ગોરખીજડીયા,વનાળીયા,માનસર નારણકા સુધી જે ડામરપટી રોડ છે.જે વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી રોડ ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે.તેમજ વનાળીયા થી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે અને મની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે.તે પણ રીપેરીંગ કરવામાં આવે એવી ચાર ગ્રામપંચાયતોનાં સરપંચોની માંગણી છે.વધુમાં આ રોડ પર મોટા ખાડા પડી ગયેલ હોવાથી મોટર સાયકલ સવારો અવાર-નવાર પડી જવાના બનાવો બની પામેલ છે.આ રોડ પર રોજ-બરોજ ધંધાર્થે કેટલાય યુવાનો મોરબી ખાતે જતા હોય છે.ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માતનો બનાવ ના બને એ હેતુથી સત્વરે આ રોડને રીપેરીંગ કરવો જરૂરી હોવાથી તત્કાલ ધોરણે રોડનું રીપેરીંગ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/