મોરબીમાં શાકભાજીના ભાવ આસમાને

0
6
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ લોકસભા ચૂંટણીમાં અબ કી બાર ચારસો કે પારના નારા બહુ ચાલ્યા બાદ આજકાલ મોરબીની શાક માર્કેટમાં અબ કી બાર ડબલ ભાવનો નારો ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના ભાવમાં ભડકો નહીં પણ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે અને સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો લીલા શાકભાજી કે બટાટાને બદલે કઠોળના શાક બનાવી મોંઘવારી સામે રાહત મેળવી રહ્યા છે.

મોરબીમાં છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવ ભડકો નહીં પણ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, શાક માર્કેટમાં જે શાકભાજીના ભાવ એક મહિના પહેલા હતા તે છેલ્લા એક સપ્તાહમાં ડબલ થઇ ગયા છે . ગૃહિણીઓ શાકભાજી લેવા શાક માર્કેટ જાય છે પણ ભાવ સાંભળીને પરત આવી જાય છે અથવા એક કિલોગ્રામ શાકભાજી લેવાની જગ્યાએ 250 ગ્રામ શાક લઈને પરત આવી જાય છે. પહેલા જે ભાવે એક કિલોગ્રામ શાકભાજી આવતું હતું તે આજના ભાવે માંડ અઢીસો ગ્રામ જ આવી રહ્યું છે.

મોરબીના ગૃહિણી શિલ્પાબેન દવે જણાવે છે કે, અમારે ચાર વ્યકતિના પરિવારમાં બન્ને દીકરીઓ માટે અને પતિ માટે દરરોજ અલગ અલગ શાક બનાવતા હતા પરંતુ હાલના શાકભાજીના ભાવ જોતા ઘરના તમામ સભ્યો માટે માત્ર કે જ શાકભાજી બનાવવાની સાથે હાલમાં કેરીની સીઝન હોવાથી મોંઘા શાકભાજી જમવાને બદલે ક્યારે કઠોળના શાક બનાવી મોંઘવારી સામે લડવું પડી રહ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/