ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

0
107
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા ગામ મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુયાગ મહા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યજ્ઞના મુખ્ય યજમાનશ્રીઓ માં પ્રથમ પાટલો શ્રી વિનોદભાઈ ઠાકરશીભાઈ કાસુન્દ્રા જે હાલ રહે રવાપર તેમજ બીજો પાટલો શ્રી રવજીભાઈ ટપુભાઈ કાસુન્દ્રા જે હાલ રહે ખારવા તેમજ ત્રીજો પાટલો શ્રી અરવિંદભાઈ છગનભાઈ કાસુન્દ્રા જે હાલ રહે નેસડા તેમજ ચોથો પાટલો શ્રી રાજેશભાઈ પ્રભુભાઈ જે હાલ રહે નેસડા તેમજ પાંચમો પાટલો શ્રી રાજભાઈ ધીરજલાલ કાસુન્દ્રા જે હાલ રહે પીઠડ તેમજ છઠ્ઠો પાટલો શ્રી અરવિંદભાઈ લવજીભાઈ કાસુન્દ્રા જે હાલ રહે આમરણ અને સાતમો પાટલો શ્રી લીલાધરભાઇ ટપુભાઈ કાસુન્દ્રા જે હાલ રહે આમરણને આપવામાં આવેલ છે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા મુજબ સંવત ૨૦૮૧ ના મહાવદ ૪  અને રવિવાર તારીખ આગામી ૧૬/૨/૨૦૨૫  ના રોજ તથા તારીખ ૧૫/૨/૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે શ્રી ઉમિયા કલાવૃંદ ઓરકેસ્ટ્રા અમદાવાદ દ્વારા કલાકારો ભારતીબેન કાસોન્દ્ર તેમજ વિશાલ કાસુન્દ્રાના સંગીતના સથવારે રાસ ગરબાની ધૂમ મચ છે શનિવારે સાંજના સમયે રાસ ગરબા તેમજ રવિવારે તારીખ ૧૬/૨/૨૦૨૫ ના રોજ સમય સવારે ૬:૦૦ કલાકે યજ્ઞનો શુભારંભ કરવામાં આવશે જેમાં શ્રીફળ આહુતિ તારીખ ૧૬/૨/૨૦૨૫ રવિવાર સમય બપોરે 1:00 કલાકે રહેશે અને મહાપ્રસાદ તારીખ ૧૬/૨/૨૦૨૫ અને રવિવારે સમય બપોરે ૧૧:૦૦ કલાકે આયોજન કરેલ છે જેમાં મહાપ્રસાદ ના મુખ્ય દાતાશ્રી તરીકે મોરબી જિલ્લા રવાપર ગામના માજી સરપંચ અને રામેશ્વર ગ્રુપના અગ્રણી બિલ્ડર શ્રી ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા રહેશે તેમજ વિષ્ણુયાગ મહાયજ્ઞના આયોજનમાં પધારવા શ્રી પ્રાણજીવનભાઈ નાગજીભાઈ (પ્રમુખ શ્રી સમસ્ત કાસુન્દ્રા પરિવાર ગુજરાત) દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે આ બાબતે વધારે માહિતી માટે શ્રી હરિભાઈ કાસુન્દ્રા મોબાઈલ નંબર ૯૫૧૦૦૧૦૦૪૬ પર સંપર્ક કરવા પણ જણાવાયુ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/