વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

1
311
/

વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો તેમજ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.

વાંકાનેર તાલુકાનું સતાનપર ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં આજે સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલ મોરબીના ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓના લાભાર્થે બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું ઉપરાંત લાઈફ બ્લડ સેન્ટર રાજકોટને પણ રક્તદાનમાં એકત્રિત થયેલ રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. રોયલ ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા પ્રમુખ ભાણજીભાઈ ડાભી એ લોકો વચ્ચે રહી થતી સેવાકિય પ્રવૃતિઓની સમજ પૂરી પાડી રક્તદાન કેમ્પનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે મોરબીમાં અકસ્માતો ઉપરાંત અન્ય બનાવો તેમજ ખાસ કરીને કિડનીના દર્દીઓને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે પરંતુ રક્તદાન અંગે જાગૃતિના અભાવે સ્વૈચ્છિક રક્તદાન થતું ન હોવાથી બ્લડ બેંકમાં રક્તની અછત રહેતી હોય એ બાબતની લોકોમાં જાગૃતિ આવે તે માટે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સમાજને સંદેશો આપવામાં આવ્યો છે.

આ રક્તદાન કેમ્પમાં વાંકાનેરના સ્ટેટ કેસરીસિંહ બાપુ તેમજ નેક્ષા ટાઇલ્સ સીરામીકના માલિક ચમનભાઈ વરમોરા રોયલ ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા પ્રમુખ ભાણજીભાઈ ડાભી મોરબી જિલ્લા પ્રમુખ દીપકભાઈ સારલા મોરબી જિલ્લા મીડિયા સેલ કન્વીનર ગોપાલભાઈ સીતાપરા ધનજીભાઈ સંખેસરીયા ભુપતભાઈ બાટીયા વાઘજીભાઈ ડાંગરોચા અમુભાઈ ઠકરાણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા પ્રમુખ શિવમજી ઠાકોર ગોપાલજી સિહોરા દેવરાજભાઈ વિંજવાડિયા ભોજાભાઇ ફિસડીયા સવજીભાઈ ફિસડીયા દીપકભાઈ રીંબડીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.