વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ

0
93
/
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો

વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા આ આખરે આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. વાંકાનેર પોલીસે ગુમ થયેલા બાળકની સઘન શોધખોળ કરતા આંખરે બાળકનો પત્તો લાગ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુમ થયેલા બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપી દીધો છે.

વાકાનેરના ૨૫ વારીયા રાજકોટ રોડ ઉપર રહેતા સોહાનાબેન મોહસીનખાન પઠાણ (ઉવ.૩૬) નામના મહિલા પોતાના દીકરા સહેજાનખાન (ઉવ ૧૨) ને ધોરણ-૬મા વાંકાનેર પતાળીયાના કાંઠે આવેલ શારદા વિધાલયમા આજે સવારે આઠ વાગ્યે ભણવા મુકવા ગયા હતા. તે પછી પોણા નવેક વાગ્યે શારદા વિદ્યાલયના વિધાર્થીના ટીચરે વાલીને ફોન કર્યો હતો કે, તમારૂ બાળક ભણવા આવેલ નથી તેમ જાણ કરતા આ બનાવ અંગે મહિલાએ તુરત જ વાંકાનેર સીટી પોલીસને આ ઘટનાથી વાકેફ કર્યા હતા. આ બનાવને પગલે વાંકાનેર પોલીસ હરકતમાં આવી હતી.

આ ગંભીર બાબતને પ્રથમ અગ્રતા આપી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી.જાડેજા તેમજ તેમની ટીમના એ.એસ.આઇ. હીરાભાઇ તથા એચ.સી હરપાલસિંહ તથા અજીતભાઇ તથા આસીફભાઇ સહિતના પોલીસ કર્મચારી, અધિકારીઓએ તાબડતોડ વાંકાનેર સીટી વિસ્તાર ખુદીવળી ગલી ખાચા અવાવરૂ જગ્યાએ શોધખોળ કરતા ૨૫ વારીયા પાછળના ભાગે મોબાઇલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઇ બેઠેલ ગુમ થયેલ વિધાર્થી (બાળક) મળી આવેલ છે પોલીસ સ્ટેશન લાવી તેમના મા-બાપને સોપતા તેમના મા-બાપ સાથે પોલીસે મીલન કરાવેલ છે જેથી બાળકના પરીવાર જનોએ પોલીસનો આભાર માનેલ છે જેથી આ ગુમ થયેલ બાળકને પોલીસે થોડીજ વારમા બીજા કામ પડતા મુકી શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/