વાંકાનેર : અબોલ જીવોની સેવા માટે હંમેશા ખડેપગે રહી કોમી જીવદયાનું ઉદાહરણ આપતો મુસ્લિમ યુવાન

0
52
/
વાંકાનેર તાલુકાના પ્રતાપગઢમાં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે દયાવાન યુવાન અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાનભાઈ

વાંકાનેર : માનવ સેવા અને પશુ-પક્ષી ની સેવા કરવા માટે જરૂર પડ્યે ગમે ત્યારે દોટ મૂકે એવા યુવાન એટલે વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામમાં રહેતાં ખાનભાઈ. અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાનભાઈ નાના એવા પ્રતાપગઢ ગામમાં રહી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાનની માનવ સેવા કાબિલે દાદ છે. કારણ કે તે નાતજાતના ભેદભાવ વગર મેડિકલ સારવાર અર્થે અને હોસ્પિટલના કામ માટે નિ:સ્વાર્થ કાર્ય માટે હંમેશા તત્પર રહે છે. અને પશુ-પંખી પ્રત્યે લાગણીશીલ છે. સેવાના કાર્યોમાં તત્પર રહ્યા છે.

મુસ્લિમ સેવાભાવી અહેમદ ખાન બારેમાસ કોઈપણ પશુ-પંખીને અકસ્માત ઘટનામાં સેવા આપી પશુ-પંખીઓના આશિષ મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગત તા. 13ના રોજ અમરસર ફાટક પાસે કલકલિયો કાબર કોઈ ફોરવહીલ સાથે ટકરાતા તેના પગમાં ઇજાઓ થતાં તેને સારવાર આપી હતી. અને તા. 14ના રોજ મકરસંક્રાંતિ નિમિત્તે પોતાની રિક્ષામાં જઈ જાતે પેટ્રોલિંગ કરી જખમી થયેલા પશુ-પંખીઓને દવાખાને પહોંચાડ્યા હતા. અને અબોલ જીવની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/