(મુકેશ પંડયા-વાંકાનેર) રાજાશાહી વખતના સ્વયંભૂ પ્રગટ પતાળીયા વોકળા નાં કાઠે બિરાજમાન શ્રી પાતાળેશ્વર મહાદેવ નયનરમ્ય દ્રશ્યો સાથે દ્રષ્ટિ ગોચર થાય છે. હાલ સારા વરસાદને લીધે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ જ્યાં નજર કરો ત્યાં હરિયાળી હી હરિયાળી જ નજરે પડશે.
ત્યારે પાતાળેશ્વર મહાદેવ મહાદેવ મંદિર આસપાસ પણ આહલાદક વાતાવરણ ની અનુભૂતિ કરાવે છે. દર્શનાર્થીઓ દર્શન સાથે કુદરતી વાતાવરણમાં થોડીવાર મંદિરના પટાંગણ માં બેસવાની લ્હાવો લેવાનું ભૂલતા નથી. આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. મહાદેવ ની કૃપાથી અનેક નિસંતાન દંપતીઓ ને ત્યાં સંતાન પ્રાપ્તિ સહિતના ઇતિહાસ જડાયેલા છે. હાલ શ્રાવણ માસમાં શિવ ભક્તો આખો દિવસ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide