વાંકાનેર: હાલ પંથકમાં દલિત સમાજના પડતર જમીનની માંગણીના પ્રશ્નો અંગે દલિત સમાજના અગ્રણીઓને સાથે રાખીને ભાજપ આગેવાનોએ પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી
વાંકાનેર ભાજપ અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ દલિત સમાજના આગેવાનો સાથે સમાજના જમીન માંગણી અંગે પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે અને દલિત સમાજને ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત સમયે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર, ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે.ડી.સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide