વાંકાનેર : દીકરીને ભગાડી જવાનું કહી કુહાડી-છરીથી હુમલો કરતા યુવાનનું મૃત્યુ : 6 ઘાયલ

0
184
/
વાંકાનેરના પંચાસીયા ગામના બનાવમાં નિર્દોષ શ્રમિક યુવાન ઝઘડો નહીં કરવા સમજાવવા જતા કૌટુંબિક સગાએ હિચકારો હુમલો

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કાકાની દીકરીને ભગાડી જવાની વાતો કરનાર કૌટુંબિક સગા એવા શખ્સ કુહાડી અને છરી લઈને ઝઘડો કરવા આવતા પાડોશમાં જ રહેતા મોટાબાપુ અને પરિવારજનોએ ઝઘડો નહીં કરવા સમજાવવા જતા ઉશ્કેરાયેલા આરોપીએ આંતક મચાવી અડધો ડઝનથી વધુ લોકોને ઘાયલ કરી યુવાનને છરીના જીવલેણ ઘા ઝીકી દેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પંચાસીયા ગામે રહેતા અને મોરબીમાં મજૂરીકામ કરતા જેતીબેન વલ્લભભાઈ કોંઢીયાના દિયર બાબુભાઇની દીકરીને ભગાડી જવી છે તેવી વાતો કરતા કૌટુંબિક સગા બાલુભાઈ લાભુભાઈ કોંઢીયા, લાભુભાઈ ભલુભાઈ તથા દૂધીબેન લાભુભાઈ ત્રણેય આવી ઝઘડો કરતા હોય જેતીબેનના પતિ,પુત્ર અને પુત્રવધુ સહિતના લોકો સમજાવટ કરવા ગયેલા અને ઝઘડો નહીં કરવા જણાવ્યુ હતું.

દરમિયાન કુહાડી અને છરી સાથે આવેલા બાલુભાઈ લાભુભાઈ કોંઢીયાએ અચાનક જ બધા લોકોને મારવા લાગ્યો હતો ત્યારે જેતીબેનનો નાના પુત્ર રાજુ ઉ.26એ વચ્ચે પડી કુહાડી પડાવી લેતા બાલુ વધુ ઉશ્કેરાયો હતો અને રાજુને છરીના આડેધડ ઘા ઝીકી દેતા રાજુનું મૃત્યુ નીપજ્યું હતું જયારે જેતીબેનને, તેમના પતિને તથા પુત્ર અને પુત્રવધુ ઉપરાંત તેમના દિયરના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા છે.

આ ઘટના મામલે વાંકાનેર તાલુકા પોલીસે જેતીબેન વલ્લભભાઈ કોંઢીયાની ફરિયાદને આધારે બાલુભાઈ લાભુભાઈ કોંઢીયા, લાભુભાઈ ભલુભાઈ તથા દૂધીબેન લાભુભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ 302, 307, 323, 324, 325, 114 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/