વાંકાનેર : હાલ ભારતીય સંવિધાનમાં દરેક નાગરિકો માટે કાયદામાં સમાન રીતે જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ હોદ્દો, જ્ઞાતિ, જાતિ, ઊંચ-નીચના ભેદભાવ વિના કાયદો સર્વજન માટે સમાન રીતે લાગુ પડે છે. જો કે, એ મુજબની અમલવારી બહુ થતી નથી, પણ જ્યારે સમાન અને પારદર્શી અમલવારી થાય છે ત્યારે એ ઘટના સમાચાર બને છે. આવી જ એક ઘટના વાંકાનેર શહેરમાં બનતા એ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
વાંકાનેર સીટી પી.આઈ. બી. પી. સોનારાએ વાંકાનેર પોલીસ મથકના પોલીસકર્મીને કાળા કાચ વાળી ગાડી બદલ દંડ ફટકાર્યો હતો. પોલીસ ડ્રાઈવ દરમ્યાન પોલીસ દ્વારા કાળા કાચ વાળી ફોર વ્હીલમાંથી કાળી ફિલ્મ દૂર કરી ચાલક પાસેથી સ્થળ પર જ દંડ વસુલતી હોવાના દ્રશ્યો વચ્ચે આજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમારની આઇટેન કાર ઝપટે ચડી ગઈ હતી. આ પોલીસકર્મીની કારમાં નિયમ વિરુદ્ધ કાચ પર બ્લેક ફિલ્મ લગાડેલી હોવાથી પી.આઈ. સોનારાએ તેમને સ્થળ પર જ 500 rs.નો દંડ ફટકારી કાચ પરની ફિલ્મ દૂર કરાવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide