[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર: હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના પણ દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રફાળિયા તેમજ લાલપર પાસે જો હાઇવે પર સ્પીડ બ્રેકર મુકવામાં આવતા હોય તો આ ચોકડીની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા અતિ આવશ્યક બન્યા છે
જેથી કરીને વાહનોની ગતિ ધીમી થાય અને અકસ્માત સર્જાતા અટકે જોવા જઈએ તો ભૂતકાળમાં આ ચોકડી પર અનેક ભયંકર અકસ્માતો સર્જાયા છે જેના કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે ત્યારે આ ચોકડી પર જો સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો ભવિષ્યમાં મોટી જાનહાનીથી પણ બચી શકાય તેમ છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા લોકહિતને ધ્યાને લઈ અગમચેતીના ભાગરૂપે યોગ્ય ઘટતું કરવું જરૂરી છે તે અંગે વાંકાનેરના સામાજિક આગેવાન મયુર ઠાકોર દ્વારા ટ્વીટર (એક્સ)ના માધ્યમથી પોસ્ટ મૂકી તંત્રને રજુઆત કરી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide