વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક બંધ કરવામાં આવી છે.
વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં હાલમાં ધઉની પુષ્કળ આવક હોય તેમજ ઉપરના મોટા યાર્ડ તથા વેપારી દ્વારા ધઉની ખરીદી ઓછી હોય હાલની પરિસ્થિતીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં ધઉનો મોટો જથ્થો વેચાયા વગર પડી રહી છે. માટે આ પરિસ્થિતીને ધ્યાનમાં લઈ આગલી જાહેરાત સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજથી ધઉંની ઉતરાય બંધ કરવામાં આવી છે. માટે તમામ ખેડૂતો, વાહનવાળાઓ, ધઉના ચારણાવાળા અને દલાલ મિત્રોએ ખાસ નોંધ લેવી. અને આગલી જાહેરાત સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં ધઉં લાવવા નહી. તેવું એ.પી.એમ.સી. વાંકાનેરના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide