વાંકાનેર : વાંકાનેર આજે સવારે જોધપર ગામના ખોરજીયા મામદહુસેન અહમદભાઈ (ઉંમર વર્ષ 38)નું લિંબાળાની ધાર પાસે એક્સિડન્ટ થતા સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે તેમજ સાથે રહેલ તેની નાની છોકરીને ગંભીર ઇજા પહોંચી હતી જેમનું પ્રાથમિક સારવાર બાદ મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ જોધપુર ગામના રહેવાસી મામદહુસેન ભાઈ ખોરજીયા આજે તેઓ પોતાની દીકરીની સાથે મોટરસાયકલ ઉપર વાંકીયા ગામ રહેતા સગા ને ત્યાં લગ્ન પ્રસંગ હોય, ત્યાં જઈ રહ્યા હતા ત્યારે 27 નેશનલ હાઇવે પર, લિંબાળાની ધાર પાસે એક આઈસર સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો જેમાં મહંમદહુસેન ભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને બાઈકમાં આગળ બેઠેલી નાની છોકરી ને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને વાંકાનેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને રાજકોટ રીફર કરવામાં આવી હતી પરંતુ આ છોકરી વધુ સારવાર માટે રાજકોટ પહોંચે તે પહેલા કુવાડવાની આસપાસ દમ તોડી દીધો હતો અને તેમનું મૃત્યુ થયું છે. આમ અકસ્માતમાં બન્ને બાપ દીકરીના મૃત્યુ થયા છે.
વધુ મળેલી માહિતી મુજબ મહંમદ હુસેન ભાઈ અને તેમની દીકરી એક બાઈક માં જઈ રહ્યા હતા અને બીજા બાઇકમાં તેમના પત્ની તેમના પરિવારના સભ્યો સાથે હતા જેથી તેમનો બચાવ થયો છે અને લગ્ન જેવા ખુશીના પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે આ પરિવાર ઉપર આભ તૂટી પડયું છે અને અને પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે, અને નાના એવા જોધપુર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.