વાંકાનેર : લગ્ન કરાવી આપવાની લાલચ આપીને લાખોની છેતરપીંડી

0
124
/

વાંકાનેર વિસ્તારમાં ખોટી સંસ્થા ઉભી કરીને લગ્ન કરાવી દેવાની લાલચ આપીને આધેડ સાથે ૧.૨૦ લાખથી છેતરપીંડી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

શ્રી લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થા સમિતિ ભોપાલ રચના સોસાયટી બગીચાની સામે વાળાના કહેવાતા સંચાલક ઉમા ગુપ્તા ઉર્ફે કાજળ મેડમ, ઉમા ગુપ્તા ઉર્ફે કાજલબેનના પતિ અને રમેશભાઈ બાવાજીએ લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થાન નામની સંસ્થા ખોલી વાંકાનેર દિવાનપરા મેઈન રોડ મોર્ડન સિનેમા નજીક રહેતા ફરિયાદી રમેશભાઈ ગુણવંતભાઈ શાહ તથા સાહેદ ઉપેન્દ્રભાઈ ભરતભાઈ દક્ષીણી રહે વાંકાનેરવાળાઓને ગત તા.૨૮-૦૯-૨૦૧૯ થી ૧૩-૦૭-૨૦૧૯ સુધીમાં લગ્ન કરાવી દેવાની લાલચ આપી ફરિયાદી રમેશભાઈ તથા સાહેદ પાસેથી રોકડ રૂ.૧,૨૦,૦૦૦ આરોપીઓએ મેળવી લઇ લગ્ન માહિતી અંગેનું ફોર્મ ખોટું છે તેવી આરોપી જાણવા છતાં ઠગાઈ વિશ્વાસધાત કરાવના હેતુ તેમાં લખાણ લખી સહીઓ લઇ તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરી તથા સાહેદને લગ્નની તારીખ હવે પછી જણાવવામાં આવશે તેમ જણાવી લાગણી તારીખ નહિ આપી કે લગ્ન નહિ કરી આપી ગુનો કર્યાની ફરિયાદ રમેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/