વાંકાનેર : રાજકોટ – વાંકાનેર હાઇવે રોડ ઉપર પીપરડીના પાટીયે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં ગતરાત્રીના પ્રચંડ વિસ્ફોટમાં ચાર બિહારી શ્રમિકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે ત્યારે આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખે આખી ફેકટરી ખંઢેરમાં ફેરવાઈ ગઈ છે અને બધું તહસ નહસ થઈ જવા પામ્યું છે.હજુ પણ બે શ્રમિકોની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
પીપરડી નજીક જુદા – જુદા ત્રણ ભાગીદારોની માલિકીની સિલિકોન બનાવતી ફેકટરીમાં રાત્રીના સમયે અચાનક જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને બાદમાં ગરમ ગરમ સિલિકોન વેરણ છેરણ થતા શ્રમિકો આ સિલિકોનમાં દાઝી ગયા હતા. જીવલેણ દૂર્ઘટના શ્રવણ મહંતો, બબલુકુમાર સિંગ, દયાનંદ મહંતો તથા મુકેશકુમાર મહંતો નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે અને ત્રણ શ્રમિકને રાજકોટ સિવિલ-ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યારે છ મજૂરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એ દુર્ઘટનામાં કુલ 15 શ્રમિક ઇજાગ્રસ્ત બન્યા હતા.
જો કે, આ દુર્ઘટનામાં બોઇલર કયા કારણે ફાટ્યું તે સહિતની બાબતો જાણવા હાલમાં એફએસએલની તપાસ ચાલુ કરવામાં આવી છે અને શર્મિકોના મૃતદેહોનું પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
 
 
            





















