વાંકાનેર: પ્રોહિબિશન ના ગુના હેઠળ 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપી ઝડપાયા

0
232
/

વાંકાનેર:  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહીત તેમજ પ્રોહિબિશન ના ગુના હેઠળ 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપી ઝડપાયા રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લાના છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા

પ્રાપ્ત વિગતોનુસાર મોરબી પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા તથા ના. પો. અધિક્ષક રાધિકા ભારાઈ ની સૂચના મુજબ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના મળતા વાંકાનેર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર.પી જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટિમ કાર્યરત હોય પો.હેડ. કોન્સ. મનીષ બારૈયા તથા મયૂરઘ્વજસિંહ જાડેજા તથા પો. કોન્સ. હરિશ્ચંદ્ર ઝાલાની સંયુક્ત હકીકતના આધારે વાંકાનેર તા.પો.સ્ટે. પ્રો.હી. ગુ.ર.નં .5356/2019 પ્રો.હી.કલમ 65 એ ઈ 166બી 98(2) 81,83 ના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓ (1)-મનસુખભાઇ બાવકુભાઈ ગણંદીયા જાતે કોળી (ઉ.વ.34) રહે રાજકોટ સંતકબીર રોડ, માર્કેટયાર્ડની સામે,આંબાવાડી (2)- ભરતભાઈ (ઉર્ફે બંગડી) સવજીભાઈ સોરાણી જાતે કોળી (ઉ.વ.28) રહે. રાજકોટ, સંતકબીર રોડ કનકનગર (3)-જયંતિ રાઘવજીભાઈ ચૌહાણ જાતે કોળી (ઉ.વ.29) રહે ચીરોડા તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર વાળાઓને રાજકોટ અમદાવાદ હાઇવે રોડ, ચામુંડા પણ એન્ડ કોલ્ડ્રિંક્સ નજીક આવેલ નાલા નીચેથી ઝડપી પાડ્યા હતા

  • કામગીરી કરનાર અધિકારી/ તેમજ કર્મચારીઓ

શ્રી આર પી. જાડેજા (પો.સબ.ઇન્સ) તથા પોલીસ હેડ કોન્સ. શ્રી મયૂરધ્વજસિંહ જાડેજા,તથા મનીષભાઈ બારૈયા, બળદેવસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. હરિશ્ચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી,તેમજ દર્શિતભાઈ વ્યાસ રોકાયેલ હતા.

(તસ્વીર: મુકેશ પંડ્યા- વાંકાનેર)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/