પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ મારામારીના બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ડો.દેલવાડીયાના દવાખાના પાસે દેવીપુજક વાસ મચ્છુ નદીના કાંઠે રહેતી ઉમાબેન હરસુખભાઇ ચારોલીયા (ઉવ.૨૭) એ આરોપીઓ મેહુલભાઇ મનુભાઇ ગોઢકીયા, રમેશભાઇ શામજીભાઇ ગોઢકીયા, દિનેશભાઇ શામજીભાઇ ગોઢકીયા, મુકેશભાઇ મનુભાઇ ગોઢકીયા, સુરેશભાઇ મનુભાઇ ગોઢકીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.8 ના રોજ બનેલા આ બનાવમાં ફરિયાદી બહેન પોતાના માવતરે રીસામણે હોય સસરાપક્ષ સાથે ખોરાકીનો કેસ થયેલ હોય વાંધો ચાલતો હોય તે બાબતે આરોપીઓએ ખાર રાખીને ધોકા જેવા હથીયાર સાથે ફરિયાદીના ઘરે જઇ ગૃહ-અપપ્રવેશ કરી ફરિયાદીને આરોપીઓ એ ધોકા વતી મુંઢ માર મારી ગાળો આપી પાંચેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide