વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસે આવેલ ગોડાઉનમાંથી મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી નામચીન બુટલેગરને ઝડપ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાધેલા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર.પી.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળેલ કે જોધપર ગામની ખારીમાંથી તથા લીંબાળાની ઘાર પાસેથી આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો મસ મોટો જથ્થો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની ૨૮૮૦ બોટલ કીમત રૂ.૫,૧૩,૬૦૦ ના મુદામાલ સાથે નામચીન બુટલેગર ફિરોજ હાસમ મેણું રહે-રજકોટ દેવપરા મેઈન રોડને ઝડપી પાડ્યો હતો જ્યારે નિર્મળ ઉર્ફે લાલો હંશરાજભાઈ માણેક રહે-રાજકોટ જીલ્લા ગાર્ડન ચોક લલુડી હોક્ળા પાસે અને ધવલ રસિકભાઈ સાવલિયા રહે-રાજકોટ કોઠારિયા મેઈન રોડ સ્વાતી પાર્ક વાળા સામે ગુન્હો નોંધી બંનેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે
તો વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પી.એસ.આઈ. આર.પી.જાડેજા, મનીષભાઈ લલીતભાઈ બારૈયા, હરિચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ અને અશ્વિનભાઈ પ્રકાશભાઈ રંગાણીએ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide