વાંકાનેર : ઘીયાવાડ ગામે વાડીએ લગાવેલી વીજળીના તારની વાડથી વૃદ્ધનું મોત

0
49
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
જોખમી ઇલેક્ટ્રીક કરંટવાળી વાડ કરનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે વાડીએ તારની વાડમાં મુકેલા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આથી, આ જોખમી ઇલેક્ટ્રીક શોર્ટ મુકનાર શખ્સ સામે પોલીસે મનુષ્ય વધનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના ઘીયાવડ ગામે ગોવિંદભાઈ દેવાભાઈ ચૌહાણએ પોતાની વાડીએ તારની વાડમા ઈલેક્ટ્રીક શોર્ટ મુકેલ છે, તે તારને કોઈ અડી જાય તો મોત નીપજશે એવુ જાણતા હોવા છતા વાડીએ તારની વાડમા ઈલેક્ટ્રીક શોર્ટ કરંટ મુક્યા હતા.

તે દરમિયાન લીંબાભાઈ રૈયાભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ આ વાડીમાં બકરા ચરાવવા ગયા હતા. તે સમયે વાડીએ લગાવેલી વીજળીના તારની વાડને અડકી જતા વૃદ્ધનું વિજશોકથી મોત નીપજ્યું હતું. આથી, મૃતકના પુત્ર વિક્રમભાઇ લીંબાભાઈ વાઘેલાએ આ જોખમી બેદરકારી દાખવનાર ગોવિંદભાઈ દેવાભાઈ ચૌહાણ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વાંકાનેર પોલીસે આ આરોપી સામે મનુષ્ય વધનો ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/