[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક એક ટ્રક રસ્તા પર બંધ પડ્યો હોય ત્યારે GJ – 05 – RU – 2685 નંબરની કાર બંધ પડેલ ટ્રકના ઠાઠામાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા તાત્કાલિક ધોરણે બંને વ્યક્તિઓને વાંકાનેર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હાલ બંને વ્યક્તિઓની હાલત ગંભીર હોવાના કારણે તેમને રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide