મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઈ ખાનગી વાહન ચાલકો પાસેથી ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ગેરકાયદેસર રીતે પોતે કોઈપણ જાતની સતા કે અધિકાર વગર ટોલ ઉઘરાવી કેન્દ્ર સરકાર દ્વારા ટોલ ઉઘરાવવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી. કંપનીને આર્થિક નુકશાન પહોંચાડતા આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર,વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપી અમરશીભાઇ જેરામભાઈ પટેલ,રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા,હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા,યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથેના અજાણ્યા માણસો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઈ વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ગેરકાયદેસર રીતે પોતે કોઈપણ જાતની સતા કે અધિકાર વગર કોઈપણ જાતની પહોંચ વગર પોતાની મરજી વિરુદ્ધ ટોલ ઉઘરાવી રકમનો ઉપયોગ અંતગ લાભ ખાતર કરી સરકાર દ્વારા સંચાલિત ટોલ કંપની તથા ખાનગી વાહનોના માલિકો સાથે છેતરપિંડી કરી તેમજ ટોલ પ્લાઝાના કોઈ અધિકારી કે કર્મચારીઓ તેમને રોકવા જાય તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા ઉપર ટોલ ઉઘરાવવાની સતા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા.લી. કંપનીને સતત આર્થિક નુકશાન કરતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 384,406,420 હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાત તેમજ બળજબરી પૂર્વક કઢાવવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide