વાંકાનેર : હાલ મોરબીના અમુક સબ સ્ટેશનમાં સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી આગામી તા. 7 થી 29 ઓક્ટોબર વચ્ચે અલગ-અલગ દિવસો દરમિયાન વીજ પુરવઠો મળી શકશે નહીં. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામાં આવશે. જેની નોંધ લેવા GETCO દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.
જે મુજબ તા. 7 ઓક્ટોબરને બુધવારના રોજ 132 KV વઘાસીયા, 66 KV રાતવીરડા તથા 66 KV માટેલ સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 10ને શનિવારના રોજ 66 KV પીપળીયારાજ સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહેશે. તા. 14ના રોજ 132 KV વાંકાનેર, 66 KV રાતવીરડા તથા 66 KV માટેલ સબસ્ટેશનમાંથી પાવર બંધ રહેશે. તા. 15ના રોજ 66 KV ચોટીલા સબસ્ટેશનમાંથી પાવર સપ્લાય બંધ રહી શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide