[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : તાજેતરમા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સિરામિક ફેકટરીમા કામ કરતા યુવાનની ઇકો ગાડીમાં અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઈ ખંડણી માંગવાના કેસમાં વાંકાનેર પોલીસે ફરાર આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાંથી પકડી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના નવલપુરા ગામનો વતની વિકાસ ગુડા બારેલા સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં રહીને કામ કરતો હોય તેના સાળાએ આરોપી રણજીત દોલા વસુનીયાની દીકરીનું અપહરણ કર્યું હોવાનું અને તે મળી ગયો હોવાનું જણાવી આરોપી સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન તથા અન્ય ઇસમોએ સરતાનપર રોડ ઉપર ફેકટરીના ગેઇટ બહાર ફરીયાદીને બોલાવી બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના દોલતપુરા ગામે લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી ફરિયાદીને પરિવાર પાસે ફોન પર પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મધ્યપ્રદેશ રાજયના સ્થાનિક પોલીસ સ્ટેશનનો ફરીયાદીએ ફોનથી સંપર્ક કરી ધાર જીલ્લાના અમજોરા પોલીસ સ્ટેશનના દસઈ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હતી.
આ ગંભીર બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઈ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સાથે આરોપી સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા અને રણજીત દોલા વસુનિયાને ઝડપી લીધા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide