વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પરની સ્પેન્ટ્રો પેપરમિલ ફેકટરીમાં કામ કરતી વેળાએ શ્રમિક અંકુલકુમાર (ઉ.વ.૩૦) અને ગોરેલાલ (ઉ.વ.૩૦) એમ બે શ્રમિકોને ઇલેક્ટ્રિક શોક લાગ્યા હતા અને બનાવને પગલે બંને શ્રમિકના મોત નીપજ્યા હતા ફેકટરીમાં કલરકામ કરતી વેળાએ કારખાનામાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જેથી બંનેના મોત થયા છે વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસના સુરેશભાઈ ચલાવી રહેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide