ટોચના સૂત્રોએ ભાવ વધારો થવાના આપ્યા સંકેત
મોરબી : હાલ રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે અને આજે ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ પૂર્ણ થતાં પેટ્રોલિયમ કંપનીઓ ગમે તે ઘડીએ આકરો ભાવ વધારો કરે તેવા સ્પષ્ટ સંકેતો વચ્ચે પેટ્રોલપંપ ડિલર્સ દ્વારા પણ પ્રતિ લીટરે તોતીંગ ભાવ વધારો આવે તેવા સંકેતો આપ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ ગમે ત્યારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસ તેમજ કુદરતી ગેસના ભાવમાં આકરા ભાવ વધારાનો બૉમ્બ ફૂટવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને આવતીકાલે સવારમાં દિવસ ઉગતાની સાથે જ રાજાની કુંવરીની જેમ વધેલા પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણગેસના વિક્રમી ભાવના આમ જનતાને દર્શન કરવા મળશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide