[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને પણ પૂરતા ગરમ કપડા મળી રહે તે માટે મોરબીના સેવાભાવીઓ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે કોઈ લોકો પાસે બિનજરૂરી ગરમ કપડા હોય તેવો સવારે 9:30 થી 1:00 તેમજ સાંજે 4:00 થી 7:00 સુધીમાં આયુ જીવન આયુર્વેદ, લાતી પ્લોટ-2, રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે પહોંચાડી શકે છે. લોકો પાસેથી મળેલા આ ગરમ કપડા જે જરૂરિયાતમંદો શરીર ઢાંકવા શિયાળામાં પૂરતા કપડાં નથી અને આખી રાત ખુલી છત વગરની ઝુપડપટ્ટીમાં રહે છે તેવા લોકોને પારસ ભાઈ મહેતા, રાજભાઈ પરમાર સહિતના સેવાભાવીઓ પહોંચાડશે.
આ સેવા કાર્ય અંગે માહિતી આપતા પારસભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગરમ કપડાના કલેક્શનના સેવાકાર્યનો અમારો પ્રથમ પ્રયાસ છે. છેલ્લા બે દિવસથી આ પ્રકારનું કલેક્શન શરૂ કરાયું છે. આ સેવાકાર્યમાં લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત વધુમાં વધુ લોકોને આ સેવા કાર્યમાં સહયોગ કરવા અપીલ પણ કરી છે.વધુમાં જણાવ્યું હતું કે આગામી તારીખ 18/12/2024 ને બુધવારના રોજ શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 1 તેમજ સાંજે 4:30 થી 6 દરમિયાન બાળકોને સુવર્ણપ્રાસનના ટીપા પીવડાવવાનો કેમ્પ હોય આ સ્થળે પણ ગરમ કપડા એકત્ર કરવામાં આવશે. જેથી કેમ્પમાં આવનાર લોકો પણ પોતાના બિનજરૂરી કપડા અહીં આપી શકશે. વધુ માહિતી માટે પારસ મહેતા 9898645373 અથવા રાજભાઈ પરમાર 9722666442 પર સંપર્ક કરી શકાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide