‘જલ જીવન મિશન’ અંતર્ગત મોરબી જિલ્લામાં રૂ.60 લાખના કામ મંજૂર થયા

0
42
/

વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ

મોરબી : હાલ જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ.60 લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગત ગુરુવારે યોજાયેલ આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ ગ્રામ્ય વિસ્તાર પાણી વિતરણ યોજનાઓને પણ વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ૩૯૬ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે મોરબીના નીચી માંડલ, માળીયાના વવાણીયા અને વાકાંનેરના ધર્મનગર ખાતેના ૬૦ લાખ રૂપિયાના ખર્ચે તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી પણ આપવામાં આવી હતી.

અગાઉ મોરબી જિલ્લાના ૨૧ ગામોમાં ૨.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોની મળેલ વહિવટી મંજૂરીને ૨.૮૦ કરોડ રૂપિયાની રીવાઇઝ વહિવટી મંજૂરી અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/