શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

0
58
/

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ

ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા ૨૬ જર્જરિત મકાનોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવા સુચના છતાં નીમ્ભર તંત્રએ કોઈ કાર્યવાહી કરી ના હોય જેથી આવા જોખમી મકાનો ચોમાસામાં કોઈ નિર્દોષનો ભોગ લે ત્યાં સુધી તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં મોચી શેરી, પ્રતાપ રોડ, લુહાર શેરી, રેલ્વે ફાટક પાસે મિલ પ્લોટ, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ, સર્વિસ રોડ સહિતના વિસ્તારમાં કુલ ૨૬ મકાનો જર્જરિત હોય અને ચોમાસા દરમિયાન વધુ જોખમી બનતા હોય જેથી આવા મકાનોની યાદી બનાવી વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં લેખિત આદેશ મારફત જણાવ્યું હતું કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ ૧૮૨ (૧) (૨) અને (3) હેઠળ નોટીસથી જાણ કરું છું કે ઈમારત ભય ભરેલ સ્થિતિમાં હોય જેથી ચોમાસામાં ગમે ત્યારે જો પડી જાય તો આસપાસની મિલકતને નુકશાન અથવા જાનમાલની નુકશાની થવાની શકયતાઓ છે

જેથી આ ભયજનક ઈમારત બે દિવસમાં ઉતરાવી લેવી અગર તો મરામત કરાવી લેવા જણાવ્યું હતું તેમજ મિલકત ફરતે વાડ અથવા રાહદારી દેખી સકે તેવું સ્પષ્ટ રીતે બોર્ડ લગાવવું જેવી સુચના આપી હતી જોકે આમ છતાં કોઈ કાર્યવાહી કરી નથી અને નીમ્ભર તંત્રને નાગરિકોના જાનની કોઈ કિમત ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તો આ મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જર્જરિત ઈમારત મામલે સોમવારે પાલિકા, મામલતદાર અને પોલીસ ટીમો સાથે મળીને સર્વે કામગીરી હાથ ધરશે અને યોગ્ય કાર્યવાહી કરાશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/