સવંત 2081 શાલિવાહન શક 1946 શિશિર ઋતુ પોષ વદ-1 14/01/2025 ને મંગળવારે સવારે 8-56 મિનિટે ભગવાન શ્રી સૂર્યનારાયણ ધન રાશી માંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ચંદ્ર રાશિ કર્ક છે પુનર્વસુ નક્ષત્ર છે વિષ્કુંભ યોગ છે બાલવ કરણ છે.
જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઇ જાય છે. સૂર્યના ઉત્તરાયણ થવા સાથે જ દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. આ કારણે આ તહેવારનું મહત્વ વધી જાય છે.
મકરસંક્રાંતિએ સૂર્ય પૂજન અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પ્રાચીન પરંપરા છે.
આ વખતે મકરસંક્રાંતિ વાઘ ઉપર સવાર થઇને આવશે. ઉપવાહન ઘોડો અશ્વ રહેશે.મકર સંક્રાતિ શુભ રહેશે કે અશુભ આનો વિચાર તેના વાહન પરથી કરી શકાય છે. તેનું નામ પણ રાખવામાં આવે છે. મકર સંક્રાતિનું મહોદરી રાખવામાં આવ્યુ છે. માન્યતા છે કે સંક્રાતિ જે વસ્તુઓ ગ્રહણ કરે તેનું મુલ્ય વધી જાય છે. જેને જુએ તે નષ્ટ થઈ જાય છે, જે દિશામાં જાય છે ત્યાંના લોકો સુખી થાય છે. જે દિશામાં ચાલી જાય ત્યાંના લોકો પર આફત આવે છે.આ સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવે છે. પશ્ચિમ દિશામાં જાય છે. તેનું મુખ દક્ષિણ દિશા તરફ છે. અને દ્રષ્ટિ વાયવ્ય તરફ છે. વાર પ્રમાણે આ વર્ષની મકર સંક્રાંતિનું નામ મહોદરી છે.
___________
સંક્રાંતિનું મુહૂર્ત ૪૫ છે.
આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે. ઉપવાહન અશ્વ-ઘોડો છે.
પીળા રંગનું વસ્ત્ર ધારણ કર્યું છે.
કેસ૨નુંતિલક કર્યું છે.
જાતિ સર્પ છે.
હાથમાં જાઇ (જુઇ)નું પુષ્પ છે.
કુમારી અવસ્થા છે.
મોતીના આભૂષણ ધા૨ણ કર્યા છે.
ચાંદી ના પાત્રમાં દૂધપાકનું ભોજન કરે છે. સ્થિતિ બેઠેલી છે.
કંચૂકી પર્ણ સાથે છે.
હાથમાં ગદા ધારણ કરી છે.
ફળ મધ્યમ આપવાવાળી છે.
સંક્રાંતિ જે જે વસ્તુઓ સાથે સંબંધ ધરાવે તેતે દિશા, પ્રદેશ, ચીજ વસ્તુમાં તકલીફો અનુભવાય. હાનિ અને અશુભ ફળ પ્રાપ્ત થાય. તેવો સર્વસામાન્ય મત છે.એટલે વાઘ અને ઘોડા જેવા વન્ય જીવો કે તેની સાથે સંકળાયેલા વર્ગને તકલીફ આવે. આ બાબતે વિશેષ કાળજીપૂર્વક આયોજન કરવું જોઇએ. ચાંદીમાં ભાવ વધારો થાય, સાચા મોતીની ઉપજમાં ઘટાડો કે અવરોધ જણાય જેને લીધે ભાવ વધે.
સંક્રાંતિની વય કુમારી અવસ્થાની હોવાથી કિશોરીઓએ વધુ સાવચેતી રાખવી. કન્યા શાળા- ગર્લ્સ હોસ્ટેલના સંચાલકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.
મકર સંક્રાંતિ પ્રવેશ સમયની કુંડળી મકર લગ્નની છે. લગ્નેશ શનિ સ્વગૃહી છે. ભાગ્યેશ બુધ વ્યય સ્થાને છે.
રાજકારણી લોકો પોતાની સુખ સુવિધા માટે ગેરકાયદેસર રસ્તા અપનાવી શકે. ચંદ્ર મંગળની યુતિ છે. ચંદ્ર સ્વગૃહી છે. મંગળ પોતાની નીચ રાશિમાં છે.
જનતાની સુખ સગવડતા માટે નવી નવી યોજનાઓ બને. આમ છતાં સામાન્ય પ્રજાની તકલીફોમાં વધારો થાય.
મકર સંક્રાંતિનો પુણ્યકાલ
તા. 14-01-2025ના રોજ સવારે ક. 08-54 થી સૂર્યાસ્ત સુધી રહેશે. જેમાં દાન- સત્કર્મ જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાનો વિશેષ મહિમાં છે.
મકરસંક્રાંતિ માં રાશિ પ્રમાણે દાન આપવું તે આ પ્રમાણે છે.
મેષ(અ, લ, ઈ)/ સિંહ (મ, ટ)/ધન (ભ, ધ, ફ, ઢ)
લોઢાના પાયે બેસે છે કાળી વસ્તુ કાળા વસ્ત્ર કાળા તલ કાળા અડદ સ્ટીલનું વાસણ દાનમાં આપવું.
વૃષભ (બ, વ, ઉ)/તુલા (ર, ત)/ મકર (ખ, જ)
ત્રાંબાના પાયે બેસે છે લાલ વસ્ત્ર ત્રાંબાનું વાસણ ઘઉં ગોળ અને શિંગ નું દાનમાં આપવું.
મિથુન (ક, છ, ઘ) / વૃશ્ચિક (ન, ય)/ મીન (દ, ચ, ઝ, થ)
ચાંદીના પાયે બેસે છે સફેદ વસ્ત્ર સાકર દૂધ સફેદ તલ ચોખા ચાંદીનું વાસણ દાનમાં આપવું.
કર્ક (ડ, હ) /કન્યા (પ, ઠ, ણ)/કુંભ (ગ, શ, સ, ષ)
સોનાના પાયે બેસે છે પીળાં વસ્ત્ર પીળો ગોળ ચણાની દાળ અને સોનાનું દાન આપવું.
સંક્રાંતિના પુણ્ય કાળે નવા વાસણો ગાયને ચારો અનાજ તલ ગુડ સોનુ ભૂમિ ગાય નવા વસ્ત્ર અને ઘોડાનું દાન આપની યથાશક્તિ મુજબ કરવું દાન બહેનો દીકરીઓ ગરીબોને અથવા સુપાત્ર બ્રાહ્મણને આપવું આપે આપેલું દાન ક્યારેય ખાલી જય નહીં સંક્રાંતિનું આપેલું દાન અક્ષય બને છે દાન ખુલ્લા મન થી કરવું ઉપર દર્શાવેલ દાન યોગ્ય કન્યા આપડા બેન દીકરી ગરીબ ને સુપાત્ર બ્રાહ્મણ ને આપવું.
વરસાદ માટેના સંકેતો
1. વર્ષાઋતુમાં પવન રોકાઈ જાય, બાફ વધી જાય, માછલીઓ જળમાંથી બહાર જમીન ઉપર આવતી હોય અને દેડકાંઓ બોલતા હોય ત્યારે વરસાદ નજીક છે એમ માનવું.
2. ચોમાસામાં જ્યારે બિલાડી પગથી જમીન ખોદે, કીડીઓ પોતાના ઇંડાં લઈ ઉપર ચડે, આ સમયે વરસાદ નજીક છે એમ સમજવું.
3. ચોમાસામાં ઊંચું મોઢું કરી ગાયો અને કાચીંડા ઊંચી ડોક કરી સૂર્ય સામે જોવે ત્યારે સમજવું કે વરસાદ નજીક છે.
4. પશુઓ અને કૂતરાઓ ઘર છોડે નહિ, પક્ષીઓ ધૂળમાં સ્નાન કરે અને જમીનમાં રહેવાવાળા સાપ, વીંછી આદિ જંતુઓ બહાર અને ઊંચી જગ્યાએ જાય. આકાશ શ્યામ થાય ત્યારે વરસાદ નજીક છે એમ માનવું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide