[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી મહાનગરપાલિકાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે મહાનગરપાલિકાએ એક મહિનામાં ઘણી કામગીરી કરી છે. જો કે હજુ ફરિયાદોની નિકાલની વ્યવસ્થા બરાબર રીતે શરૂ થઈ ન હોય, ખાસ ભૂગર્ભ ગટર અને ગંદકીના પ્રશ્નો યથાવત છે. જો કે મહાપાલિકાએ પ્રથમ દબાણ હટાવી ટ્રાફિકના પ્રશ્નનું નિવારણ લાવવા કમર કસી છે.
1-મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોનું સાહિત્ય કબ્જે કર્યું
2-મહાનગરપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરાયા
3-મોરબીના શનાળા રોડ, વાવડી રોડ અને સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા સુધીમાં દબાણો દૂર કર્યા
4-જાહેર રોડ ઉપરથી 400 થી વધુ લારીઓ દૂર કરી અને 40 જેટલી લારીઓ જપ્ત કરી
5-જાહેર રોડ ઉપર થાંભલા ઉપરથી 800 થી વધુ નાના બેનરો દૂર કર્યા
6-સરદારબાગના વિકાસ કામો અને વાવડી રોડને આઇકોનીક રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
7-મોરબીના 19 જેટલા સર્કલોને રંગ રોગાન અને સમારકામ કર્યું
8-કમિશ્નર દ્વારા તમામ વિસ્તારો અને ગ્રામ પંચાયતોની મુલાકત લીધી
9-મચ્છુ નદીમાં સ્વચ્છતા અભિયાન શરુ કર્યું
10-મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આરોગ્ય કેન્દ્રોમાં દર શુક્રવારે ડાયાબિટીસ અને બીપી માટે નિદાન અને સારવાર શરુ કરી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide